થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે સ્થળ પરથી આશરે 800 લિટર આથો સહિત કુલ રૂ. 17,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન મુખ્ય આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ કાર્યવાહી વેલાળા ગામની સીમમાં તળાવના પાળ પાસે આવેલી ખરાબાની જગ્યામાં કરવામાં આવી હતી, જે વિસ્તાર ‘ફટકડી’ તરીકે ઓળખાય છે.
Read more